September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ભારતીય ટીમના દિગ્ગજ ફુટબોલર ખેલાડી ભબાની રોયનું નિધન, રમત જતગમાં શોક

ભૂતપૂર્વ ભારતીય ફુટબોલર ખેલાડી ભબાની રોયનું લાંબી માંદગી બાદ સોમવારે કોલકાતામાં નિધન થયું. તેઓ 75 વર્ષના હતા. રોય છેલ્લા કેટલાક દિવસોથી શહેરની હોસ્પિટલમાં દાખલ હતા. રોયે 1969 માં મર્ડેકા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્રણ મેચ રમી હતી. ઘરેલું સ્તરે, તે પશ્ચિમ બંગાળની ટીમનો ભાગ હતો જેણે 1968 અને 1971માં સંતોષ ટ્રોફી જીતી હતી. તેણે 1968 થી મોહન બાગન માટે ક્લબ ફૂટબોલ (Football)રમ્યો. તેમણે 1972 માં ટીમની કેપ્ટનશીપ કરી હતી જે ટીમ સાથે તેમનું છેલ્લું વર્ષ હતું.

રોયે પોતાની કારકિર્દીની શરૂઆત 1964માં બાગાનના કટ્ટર હરીફો પૂર્વ બંગાળથી કરી હતી. તેણે 1969માં પાંચ ગોલ કર્યા અને ટીમને CFL જીતવામાં મદદ કરી. પછી તે વર્ષે મોહન બાગને IFA શીલ્ડ પણ જીતી. ભબાની રોયે 1968, 1970, 1971 અને 1972માં મોહન બગાનને રોવર્સ કપ (Rovers Cup) જીતવામાં પણ મદદ કરી હતી.

આ સિવાય 1968 અને 1969 માં ડો.એચ.કે. મુખર્જી શિલ્ડ, અમૃત બજાર પત્રિકા શતાબ્દી ટ્રોફી અને 1968 માં બાબુ કુંવર સિંહ શિલ્ડ અને 1970 માં નેહરુ કપ. મોહન બાગાએ તેમના દિગ્ગજ સ્ટારના નિધન પર દુ ખ વ્યક્ત કર્યું.ક્લબના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે, ‘અમારા ભૂતપૂર્વ કેપ્ટન ભબાની રોયના નિધનથી અમે અત્યંત દુખી છીએ. તેઓ 1967 માં મોહન બાગનમાં જોડાયા હતા અને કોલકાતા મેદાનમાં સાઇડબેક તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા હતા. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ક્લબના તંબુમાં રાખવામાં આવશે.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એઆઈએફએફના પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભબાની રોયના નિધન વિશે સાંભળીને દુખ થયું. ભારતમાં રમતમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. હું ખૂબ જ દુખી છું. ‘ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મહાસચિવ કુશલ દાસે કહ્યું,’ ભબાની રોય પેઢીઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિ રહી છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ખિતાબ જીત્યા. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *