October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

અનામત આંદોલનના કેસો અંગે હાર્દિક પટેલની હુંકાર, કહ્યું: સરકાર વચન યાદ કરે, પાટીદારો પર થયેલા 400 કેસો પાછા ખેંચે

વિજય રૂપાણીનાં રાજીનામા બાદ પટેલ સમજના ચહેરાને મુખ્યમંત્રી પદ આપીને મોદી- શાહે સૌને ચોંકાવી દીધા હતા. હવે ફરી એકવાર પટેલ સમજનો અનામત આંદોલનનોમુદ્દો ફરી ચર્ચમાં આવ્યો છે. આ મુદ્દે હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ છે જેણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા અંદાજે 400 કેસ ખેંચવાની ખુલ્લી માગ કરી દીધી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો હાર્દિક પટેલે કહ્યું છે કે ગરીબ અને પછાત વર્ગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અનામત આપવા માટે નવી-નવી જોગવાઇઓ કરી રહી છે તથા સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો આંદોલન ખોટું હોત તો તે ફાયદો ન થયો હોત. તે સમયે તેમના વિરુદ્ધ જે રાજદ્રોહ સહિત 28 કેસ નોંધાયેલા છે અને જુલાઈ 2015માં ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન પછી 438 કેસ નોંધવામાં આવ્યા છે. આ આંદોલન દરમિયાન ઘણા પાટીદાર યુવકો મૃત્યુ પામ્યા હતા.

જો કે આ પછી ગુજરાત સરકારના ગૃહ વિભાગે 391 કેસ પાછા ખેંચવાનું કહ્યું પણ આજ દિવસ સુધી આ બાબતે કઈ એકશન લેવામાં આવ્યા નથી. હાર્દિકની હવે માંગ છે કે આ આંદોલન સામાજિક ન્યાય માટે હતું અને અનામત આંદોલન ખોટું નહતું. આ પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત છે. હવે આ સમગ્ર મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યો છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *