September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

તમારી પાસે પણ આ સ્માર્ટફોન તો નથી ને, બાકી બેકાર થઈ જશે! જાણી લો કારણ અને બચાવવો હોય તો શું કરવું

આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને જેનો ઉપયોગ આપણે આપણા બધા કામ અને મનોરંજન માટે કરીએ છીએ. ફોનને નવી ટેકનોલોજી અને સુવિધાઓથી અપડેટ રાખવા માટે આપણે ફોન અને ફોનમાં ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સને સમય સમય પર અપડેટ કરતા રહીએ છીએ. એક રિપોર્ટ અનુસાર કેટલીક એપ કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું બંધ કરી દેશે જેના કારણે યુઝરનો ફોન કોઈ કામનો રહેશે નહીં. મળતી માહિતી મુજબ 9to5Googleના રિપોર્ટ અનુસાર તે બધા એન્ડ્રોઈડ ફોન યુઝર્સ, જે એન્ડ્રોઈડ 2.3.7 અથવા તેનાથી નીચા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ 27 સપ્ટેમ્બર, 2021થી તેમના ફોન પર ગૂગલ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં.

ગૂગલે આ કેટેગરીના તમામ વપરાશકર્તાઓને એક મેલ મોકલ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે લોકોના ફોનમાં એન્ડ્રોઇડ 2.3.7 અથવા પહેલાનું વર્ઝન છે તેઓ ગૂગલ એપ્સનો સાઇન ઇન સપોર્ટ ગુમાવશે. ગૂગલ દ્વારા મોકલવામાં આવેલા મેઇલમાં લખવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બર પછી જો એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી નીચા વર્ઝનનો ઉપયોગ કરનાર વપરાશકર્તા જીમેલ અને યુટ્યુબ જેવી કોઇ પણ ગૂગલ સપોર્ટેડ એપમાં સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરે છે તો ફોનની સ્ક્રીન પર યુઝરનેમ અથવા પાસવર્ડ એરર આવશે.

આ સાથે જો તમે વિચારી રહ્યા છો કે તમે તમારા ફોન પર ફેક્ટરી રીસેટ કરીને અથવા ગૂગલ પર નવું એકાઉન્ટ બનાવીને આ એપનો ઉપયોગ કરી શકશો તો અમે તમને જણાવી દઈએ કે આ રીતે પણ એપ્સ તમારા ફોન પર ચાલશે નહીં. એપને અનઇન્સ્ટોલ કરી અને તેને ફરીથી ડાઉનલોડ કરવું તે પણ નકામું સાબિત થશે. આ સમસ્યાથી બચવાના માત્ર બે રસ્તા છે કાં તો તમારો ફોન અપડેટ કરો અથવા નવો સ્માર્ટફોન ખરીદો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *