November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સાવરકુંડલાલી ઘટનાથી આખું રાજ્ય ફફડી ઉઠ્યું, આ કારણે મોડી રાત્રે એક જ પરિવારના 4 વ્યક્તિઓએ દવા પી લેતાં હાહાકાર

ભમર ગામના એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ તમામ લોકોએ ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોવાનુ જાણવા મળ્યું હતું. જેમાં ૨૩ વર્ષીય રેખાબેન હકાભાઈ ખીમસૂરિયા, ૩૦ વર્ષીય હકાભાઇ ભીમાભાઈ ખીમસૂરિયા, ૫૦ વર્ષીય ભીમાભાઈ ભાણાભાઈ ખીમસૂરિયા અને ૪૫ વર્ષીય સોમીબેન ભીમાભાઈ ખીમસૂરિયાનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના ૪ વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. પોલીસ તપાસમાં ઘરકંકાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું હતું.

પોલીસે તમામના નિવેદનો લઈ કાર્યવહી હાથ ધરી હતી.સાવરકુંડલા તાલુકાના ભમર ગામે ગઈકાલે બુધવારે મોડી રાત્રે એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જેમને પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *