કેદારકંઠાના સૌથી ઊંચા શિખરને પાર કરી બતાવ્યુ બિહારના 4 વિદ્યાર્થીઓએ, 12,500 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવી બનાવ્યો રેકોર્ડ
મજબુત ઈરાદા સાથે બિહારના ચાર વિદ્યાર્થીઓએ ઉત્તરાખંડના સૌથી ઊંચા શિખરને સર કરવામાં સફળતા મેળવી છે. પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આયુષ સુમન અને વીર કુંવર સિંહ યુનિવર્સિટીના ગૌરવ અને આર.કે. શુક્લા અને તેમના માર્ગદર્શક ગોપીચંદે 12,500 ફૂટ ઉત્તરાખંડ કેદારકાંઠા ટ્રેક પર પર્વતારોહણના ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું છે. ઉંચાઈ પર ભારતનો ત્રિરંગો લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

કેદારકાંઠા ટ્રેકએ ઉત્તરાખંડના સૌથી ઊંચા શિખરોમાંથી એક છે. આમ છતાં ચાર બિહારી વિદ્યાર્થીઓ ત્યા સુધી પહોચ્વામા સફળ થયા છે. આ અંગે આયુષ સુમને કહ્યુ હતુ કે અહૂ સુધીની સફર માટે તેને ચાર દિવસ લાગ્યા અને આ ચાર દિવસોમાંથી ત્રણ દિવસ બધાએ જંગલમાં તંબુ લગાવીને પસાર કરવા પડ્યા. પર્વત પર બરફ એકદમ લપસણો હોવાથી શિખર પર ચઢવું ખૂબ મુશ્કેલ હતું. પળવારમાં હજારો ફૂટ નીચે ખાઈમાં પડવાનો પણ ભય હતો.

ગૌરવના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ પર જતા પહેલા ઘણા લોકોએ તેને ડરાવી દીધો હતો કે તે અશક્ય છે અને જોખમી છે. પરંતુ આ છતાં, બધાએ હિંમત હારી ન હતી અને મજબૂત ઇરાદા સાથે ટોચ પર પહોચ્વામા સફળતા મેળવી. આયુષ અને ગૌરવના જણાવ્યા અનુસાર, 12,500 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો ફરકાવ્યા બાદ હવે તેમનું આગામી લક્ષ્ય પર્વતારોહણના ક્ષેત્રમાં ભારતના દરેક ઊંચા શિખર પર ત્રિરંગો ફરકાવવાનો અને નવો ઈતિહાસ રચવાનો છે.

આ વિદ્યાર્થીઓની આ સફળતાથી યુનિવર્સિટી પ્રશાસન પણ ખૂબ જ ખુશ છે અને સૌને અભિનંદન આપીને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. આયુષ અને ગૌરવ પટના કોલેજમાં ત્રીજા વર્ષના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે જ્યારે આરકે શુક્લા વીર કુંવર સિંહ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થી છે.