November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

WhatsApp પર આવી રહ્યું છે એક નવુ જ ફીચર, આ ફિચર્સ અપાવશે તમને ઇન્સ્ટાગ્રામ જેવી ફિલિંગ

વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી Facebookની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તેના યુઝર્સ માટે સતત કંઈક નવું લઈને આવે છે. હવે જાણવા મળ્યું છે કે કંપની એક નવા WhatsApp ફીચર પર કામ કરી રહી છે, હાલ જ WhatsApp Android Beta યુઝર્સ માટે WhatsApp 2.21.24.8 બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે.

આ સંસ્કરણ નવા ફીચર વિશે જાણવામાં આવ્યું છે કે આ નવું ફીચર ઇન્સ્ટાગ્રામમાં પહેલેથી જ હાજર એક અદ્ભુત ફીચર છે, જે ટૂંક સમયમાં જ WhatsApp પર દસ્તક આપવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, કંપની તેના WhatsApp મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહી છે, કારણ કે આ ફીચરનું નામ દર્શાવે છે કે, આ ફીચરની મદદથી તમે કોઈપણ મેસેજ પર તમારી પ્રતિક્રિયા આપી શકશો, જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપો છો.

એક વેબસાઈટ જે WhatsApp ડેવલપમેન્ટને ટ્રેક કરે છે, તેણે આ ફીચરને બીટા વર્ઝન 2.21.24.8માં જોયું છે. અત્યાર સુધી WhatsApp મેસેજ પર તમારો ફીડબેક આપવાનો કોઈ વિકલ્પ નહોતો, તેથી કંપનીએ આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું અને હવે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે WhatsApp મેસેજ રિએક્શન ફીચર આગામી WhatsApp અપડેટ સાથે આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, તમે હજી સુધી આ ફીચર જોઈ શકતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ ફીચર WhatsApp સેટિંગ્સ મેનૂમાં જોવામાં આવ્યું છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *