January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

સુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા ઘટી દુર્ઘટના: યુવકે ગુમાવ્યા બંને પગ

ટ્રેન છુટી જવાના ડરથી અનેક લોકો ટ્રેનમા ચડવા પાછળ દોટ મુકતા હોય છે. હાલ સુરતમાથી આવો એક કિસ્સો સામે આવ્યો છે. આ દુર્ઘટના સુરત રેલવે સ્ટેશનથી સામે આવી છે જ્યા ચાલુ ટ્રેનમા ચડવા જતા એક રત્નકલાકારના બન્ને પગ કપાઈ ગયા છે. તે સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચઢવા જઈ રહ્યો હતો અને તે દરમિયાન તે નીચે પટકાઈ ગયો જેમા તેના બંને પગને કપાયા છે. આપછી ઘટનાની જાણ થતા આરપીએફ જવાનોએ તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ પહોચાડતો હતો.

જાણવા મળ્યુ છે કે તે કોસાડ-ભરથાણામા પોતાની નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા માટે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યારે તેણે જોયુ કે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઊપડી રહી છે એટલે તે ચાલુ ટ્રેને બેસવા ગયો અને પગ લપસી જતાં ટ્રેનથી નીચે પડ્યો. હવે આ ઘટનામા તેના બંને પગ કપાઇ ગયા છે. આ પછી તેણે પોતાના સંબંધીઓને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *