સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા ગુજરાત સરકારે અધિકારીને તાબડતોબ કર્યા સુરત રવાના, આપી દીધા આ મોટા આદેશ
ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવાનુ શરૂ કરી દીધુ છે. આ વચ્ચે સુરતમાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો સામે આવતા ગુજરાત સરકારે ખાસ અધિકારીને તાબડતોબ બેઠક બોલાવી અને તેમને સુરત જવાના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ આજે વધતા કોરોના કેસોની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક ગુજરાત સરકારે બોલાવી હતી. આ બેઠકમા પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામા આવી અને કોરોના ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટથી લઈને પ્લાનિંગ કરવામા આવ્યુ હ્તુ. આ સાથે હવે જે વિસ્તારમાં સંક્રમણ વધુ હશે ત્યા કડક પ્રતિબંધ લાદવા પણ નિર્દેશ આપી દેવાયા છે.

આ સિવાય મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના સ્થળો પર પણ લોકોની ભીડને નિયંત્રણ કરવા અંગે ચર્ચા થઈ હતી. અંકડામા થઈ રહેલો ઉછાળો જોતા સુરતમાં હવે કાપડ અને હીરા બજારમાં માસ્ક માસ્ક વગર એન્ટ્રી નહી, વેક્સિનની કામગીરીને વેગ, વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારવા, વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પ્રવેશ ન આપવા જેવી બાબતો પર ભાર મુકવામા આવી રહ્યો છે. આ સાથે વાત કરીએ સુરતમા કાલે નોંધાયેલા કોરોના કેસ વિશે તો 80 કેસ નોંધાયા છે.