August 13, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

અમદાવાદ કલેક્ટરનો કોરોના સહાય અંગે મોટો નિર્ણય, જાણો શુ થશે ફાયદો

હાલ કોરોના મૃતક સહાય અંગેની વાત ચર્ચાનો વિષય બની છે. આ માટે હાલ ફોર્મ વિતરણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આવચ્ચે અમદાવાદ જિલ્લા કલેકટરે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે શનિવાર-રવિવારના દિવસોમાં પણ કોરોના સહાય વિતરણ ચાલુ રાખવામા આવશે જે નો લાભ અમદાવાદમાં કોરોનામા 3411 લોકો મૃત્યુ પામ્યા હતા તેઓને મળશે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધી 350 લોકોને સહાય આપવામાં આવી ચૂકી છે. આ સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો પણ સહાય આપવામાં આવશે. MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે.

રાજ્યમ આ સહાય અંગે વાત કરીએ તો રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50 હજારની સહાય, કલેક્ટર દ્વારા 144 લોકોને સહાય અપાઈ છે અને કાલે 150 લોકોને સહાયની રકમ આપવામા આવશે. આ માટે રાજકોટમાં 738 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જેમા 454 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હોવાનું નોંધાયુ છે. આ સાથે અમદાવાદમાં માત્ર 3411 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે અને ફોર્મ 4 હજારથી વધુ ભરાયા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.