November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

બોપલ ડ્રગ્સકાંડમાં મોટો ખુલાસો, આરોપીઓની પૂછપરછ દરમિયાન 2 જાણીતા બિલ્ડરના દીકરાના નામ આવ્યા સામે

ગુજરાતમાથી ડ્રગ્સ પકદાયેલા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે બોપલમાં ડ્રગ્સકાંડ્મા મોટો ખુલાસો થયો છે. વંદીત પટેલ અને પાર્થ શર્માએ કરેલા ખુલાસા બાદ સમગ્ર ગુજરાતમા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ પૂછપરછ દરમિયાન અમદાવાદ શહેરના 2 જાણીતા બિલ્ડરના દીકરાના નામ સામે આવ્યા  છે.  જો કે આ મામલે અત્યાર સુધી 70થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પુછપરછ કરવામા આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે સાઉથ બોપલમાં સલૂન ચલાવતા સેટેલાઇટના એક વ્યક્તિએ અમેરિકામાંથી ડ્રગ્સ ખરીદી અને ચીનના શાંઘાઈ અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં મોકલ્યું હતું. 27 વર્ષીય આરોપી વંદિત પટેલે ગુજરાત અને અન્ય રાજ્યોમાં 50 જગ્યાએ 300 વખત ડ્રગ્સ હોંચાડ્યું હતું જેનુ ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડ થઈ રહી હતી. આ સાથે ચોકાવનારો ખુલાસો એ થયો છે કે તેઓ બંધ મકાનના સરનામા પર પાર્સલ મંગાવતા અને પછી પાર્સલ રિટર્ન થતાં આરોપી એજન્ટને મળી પાર્સલ છોડાવી દેતો હતો. 

હાલ પોલીસ આ મામલે વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપુલ ગોસ્વામી અને જીલ પરાતેની પુછ્પરછ કરી રહી છે અને આ અંગે વધારે ખુલાસા થઈ શકે છે. જાણવા મળ્યુ છે કે ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી વંદિત પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જ્યારે વિપુલ ગોસ્વામી, કુખ્યાત ગેંગસ્ટર વિકી ગોસ્વામીનો ભત્રીજો છે. તેઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આડમાં અમેરિકા ડ્રગ્સ મંગાવતા અને અલગ અલગ સરનામા રાખતા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *