November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

માયાવતીને મોટો ફટકો, BSP વિધાનમંડળ દળના નેતા શાહઆલમે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

BSP વિધાનમંડળ દળના નેતા શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીએ પણ BSP છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે બસપા સુપ્રીમો માયાવતીને પત્ર લખીને આ અંગે જાણકારી પણ આપી હતી. મળતી માહિતી મુજબ તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામું પણ આપી દીધું છે. શાહઆલમના પાર્ટી છોડવાને બસપા માટે મોટો ફટકો કહેવામાં આવી રહ્યો છે.

શાહઆલમે બસપાના વડા માયાવતીને પત્ર લખીને જણાવ્યું કે તેઓ ભારે હૈયે રાજીનામું આપી રહ્યાં છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળમાં થયેલી વાતચીત પરથી લાગે છે કે તમને મારામાં વિશ્વાસ નથી, આવી સ્થિતિમાં હું પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *