August 13, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

સુરતીલાલાઓ ધ્યાન રાખજો નહીંતર સુરતની સુરત ફરી બદલાઈ જશે, કેસમાં સીધો આટલો ગણો વધારો નોંધાતા હાહાકાર

હાલમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને રાફડો ફાટ્યો છે. દરરોજ કેસનો રેકોર્ડ તૂટી રહ્યો છે. અચાનક જ કેસમાં થતો વધારો એ ખરેખર દરેક ગુજરાતીઓની ચિંતા વધારે એવો છે. ત્યારે સુરતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સુરતમાં કુલ 52 કોરોનાના કેસ નોંધાયા છે તો ઓમિક્રોનના 3 નવા કેસ આવવાની સાથે જ 2 દર્દીઓ સાજા પણ થયા છે. સુરતમાં સુરતીઓની બેદરકારીના કારણે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે.

સુરતમાં કુલ 109 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નોંધાઈ ચૂક્યા છે. અહીં તંત્ર પણ કોરોનાને નાથવા માટે સજ્જ બન્યું છે. તંત્રએ નવા નિયમો જાહેર કરતાં જ હીરા તથા કાપડ ઉદ્યોગને લઈને મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આ ઉદ્યોગમાં કામ કરતા લોકોએ હવે દર સપ્તાહે કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે. કેસ વધી રહ્યા છે તેમ તેમ ઉદ્યોગો પર સખ્તાઈ લાગૂ કરવામાં આવી રહી છે. આ વસ્તુને ગંભીર સમજી સુરત પાલિકાએ નિયમો બદલ્યા છે અને સાથે જ ઉદ્યોગો માટે પણ ખાસ નિયમો બનાવીને તેનું કડકાઈથી પાલન કરવા કહેવાયું છે.

જો કોઈ વ્યક્તિ નિયમો તોડશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પણ કરાશે. આ સિવાય હોટલ-રેસ્ટોરન્ટ અને જીમમાં એસી ચાલુ નહીં કરવાની સૂચના આપી છે. આ સિવાય ખાસ પ્રકારના વેન્ટિલેશનની વ્યવસ્થા ગોઠવવાના આદેશ આપ્યા છે. તંત્રએ કહ્યું છે કે નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે

Spread the news

Leave a Reply

Your email address will not be published.