આ આંકડો ડરાવી રહ્યો છે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્ન થાય એવું લાગતું નથી, ગુજરાતમાં કોરોના બુલેટ ટ્રેને દોડ્યો
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં છ મહિના બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૪૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧ દર્દીનું નિધન થયું છે તો ૬૫ લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૩૦ હજાર ૫૦૫ થઈ ગઈ છે, જ્યારે કોરોનાને લીધે ૧૦૧૧૬ લોકોના મોત થયા છે તો સારવાર બાદ ૮,૧૮,૪૮૭ લોકો સાજા થયા છે.

ગુજરાતમાં આજે સૌથી વધુ ૨૬૫ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં ૭૨, વડોદરા શહેરમાં ૩૪, આણંદમાં ૨૩, ખેડા ૨૧, રાજકોટ શહેર ૨૦, અમદાવાદ ગ્રામ્ય ૧૩, કચ્છ ૧૩, વલસાડ ૯, સુરત ગ્રામ્ય ૮, મોરબી ૭, નવસારી ૭, રાજકોટ ગ્રામ્ય ૭, ભરૂચ ૬, ગાંધીનગર ૬, ભાવનગર શહેર ૫, વડોદરા ગ્રામ્ય ૫, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૩-૩, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, જામનગર ગ્રામ્યમાં બે-બે, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, નર્મદા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો પોરપંબરમાં એકનું મોત થયું છે.
કોરોનાની સાથે રાજ્યમાં ઓમિક્રોનના નવા ૧૯ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૯૭ થઈ ગઈ છે. જેમાંથી ૪૧ લોકો સાજા થઈ ગયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા ૮, વડોદરામાં ૩, સુરતમાં ૬ અને આણંદમાં ૨ કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૯૦૨ થઈ ગયા છે, જેમાં ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૧૧૬ લોકોના મોત થયા છે. જ્યારે સારવાર બાદ ૮૧૮૪૮૭ લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૫૫ ટકા છે. રાજ્યમાં આજે કોરોના વેક્સીનના ૧ લાખ ૯૪ હજાર ૩૭૬ ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી ૮ કરોડ ૮૮ લાખ ૨૦ હજાર ૪૫૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.