November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

એક ગામ આવું પણ, 12 વર્ષની ઉંમર પછી છોકરીઓ બની જાય છોકરા, બધા જ અંગ થઈ જાય પુરુષ જેવા

મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ માટે તરુણાવસ્થા એ એક વિચિત્ર અને મુશ્કેલ સમય છે. આ સમયે, અવાજ ભારે થવા લાગે છે, મૂડ સ્વિંગ થાય છે અને તે જગ્યાએ વાળ આવવા લાગે છે જ્યાં તે પહેલાં ક્યારેય ન હોય. પરંતુ જો અમે તમને કહીએ કે વિશ્વના નકશા પર એક એવું ગામ (લા સેલિનાસ વિલેજ) છે, જ્યાં અમુક ઉંમર પછી, છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે, તો તમને આશ્ચર્ય થશે.

પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ડોમિનિકન રિપબ્લિકમાં લા સેલિનાસ વિલેજ નામનું એક ગામ છે. અહીંની છોકરીઓમાં ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તન થાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. આ કારણથી અહીંના લોકો ગામને શાપિત ગામ માને છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી.

લા સેલિનાસ ગામમાં ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં છોકરાઓમાં ફેરવાઈ જાય છે. ગામડાની છોકરીઓના છોકરા બનવાના રોગને કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન રહે છે. આ કારણે ગામના ઘણા લોકો માને છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો પડછાયો છે. આ સિવાય કેટલાક વૃદ્ધ લોકો ગામને શ્રાપિત માને છે. આવા બાળકોને ‘ગુવેડોસીસ’ કહેવામાં આવે છે.

ગામમાં કોઈના ઘરે બાળકીનો જન્મ થાય તો તે પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય છે. કારણ કે તેમને ડર છે કે તેમની દીકરી મોટી થશે ત્યારે છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. આ રહસ્યમય રોગને કારણે આસપાસના ગામડાના લોકો આ ગામને ખરાબ નજરથી જુએ છે.

દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી 6 હજાર જેટલી છે. પોતાની અનોખી અજાયબીને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની રહે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી ‘જિનેટિક ડિસઓર્ડર’ છે. સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને ‘સ્યુડોહર્માફ્રોડાઈટ્સ’ કહેવામાં આવે છે. જે પણ છોકરીઓને આ બીમારી હોય છે, ઉંમરમાં આવ્યા પછી તેમના શરીરમાં પુરુષોની જેમ અંગો બનવા લાગે છે. તેનો અવાજ ભારે થવા લાગે છે અને શરીરમાં એવા ફેરફારો આવવા લાગે છે જે ધીમે ધીમે તેને છોકરીમાંથી છોકરો બનાવી દે છે. ગામના 90 માંથી એક બાળક આ રહસ્યમય રોગ સામે લડી રહ્યું છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *