November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે વેચ્યું પોતાનું ઘર, કરોડોની કિંમત સાંભળીને તમારા હાજા ગગડી જશે

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. Zapki.com દ્વારા મળેલા દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે હરભજન સિંહે તાજેતરમાં મુંબઈમાં એક એપાર્ટમેન્ટ રૂ. 17.58 કરોડમાં વેચ્યું છે.

માહિતી અનુસાર ખરીદનાર જેબીસી ઇન્ટરનેશનલ એલએલપી છે અને પ્રોપર્ટીના વેચાણની તારીખ 18 નવેમ્બર 2021 ના ​​રોજ નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મનીકંટ્રોલે જેબીસી ઈન્ટરનેશનલના પાર્ટનર નીરજ ગોએન્કાનો સંપર્ક કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટ 2,830 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે.

આ એપાર્ટમેન્ટ મુંબઈના અંધેરી વેસ્ટમાં રૂસ્તમજી એલિમેન્ટ્સ નામના પ્રોજેક્ટના નવમા માળે આવેલું છે. દસ્તાવેજો દર્શાવે છે કે ખરીદદારે રૂ. 87.9 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. હરભજન સિંહે ડિસેમ્બર 2017માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને માર્ચ 2018માં તેને 14.5 કરોડ રૂપિયામાં રજિસ્ટર કરાવ્યું હતું. અન્ય ક્રિકેટર શ્રેયસ અય્યરે સપ્ટેમ્બર 2020માં લોઢા વર્લ્ડ ક્રેસ્ટ, મુંબઈમાં એક યુનિટ ખરીદ્યું હતું. વર્લ્ડ ટાવર્સનો આ 2,618 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ લોઅર પરેલમાં આવેલું છે અને તેને 11.85 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. આ સોદા માટે તેણે રૂ. 24.7 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *