November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આ બે નામી કંપની પર અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, 40 ઠેકાણા પર 150 અધિકારીઓએ દરોડા પાડ્યાં

અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન સામે આવી રહ્યું છે. ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર તવાઇ હાથ ધરી છે. એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા હકા અને એવો પણ અહેવાલ છે કે કુલ 40 જગ્યા પર IT ત્રાટક્યું  છે. હાલમાં સામે આવતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ,મુંબઇ,દિલ્હી સહિત શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદમાં એકસાથે 25 જગ્યા પર રેડ પાડવામાં આવી હતી. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ કરવામાં આવી તો વળી રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

બંને કંપનીનાં અન્ય ડાયરેક્ટરોને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે થયો અને અને સર્ચ ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હોવાની માહિતી સામે આવી રહી છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ દરોડા પડે એવું લાગી રહ્યું છે અને મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા સેવાઈ રહી છે.

શહેરમાં એસ્ટ્રલ કંપનીની કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. શહેરના સિંધુ ભવન વિસ્તારમાં આવેલી આ ઓફિસ પર મોડી રાતથી આઇટી વિભાગના અધિકારીઓ બેનામી મિલકતોની માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી છે. એસ્ટ્રાલ કંપનીમાં આઇટી વિભાગે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરી છે. આઇટીની ચાર ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઇ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *