November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ, આ છે બન્નેની સંપત્તિનો રિપોર્ટ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને હવે પાછળ છોડી દીધા છે અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. ગૌતમ અદાણીએ પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. જો કે હજુ સુધી અદાણી પાસે કેટલી મિલકત છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ છેલ્લા સપ્તાહમાં મુકેશ અંબાણીની સંપત્તિ $91 બિલિયન હતી જ્યારે અદાણીની સંપત્તિ $88 બિલિયન હતી. ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે જાન્યુઆરીથી 55 અબજ ડોલરનો વધારો થયો છે.

આ સાથે વાત કરીએ મુકેશ અંબાણીની સંપત્તિ વિશે તો તેમા 14.3 અબજ ડોલરનો વધારો થયો છે. 18 માર્ચ 2020ના રોજ અદાણીની સંપત્તિ માત્ર $4.91 બિલિયન હતી. પરંતુ એપ્રિલ 2020 પછી તેમની સંપત્તિમાં વધારો થવા લાગ્યો. કારણ કે તેમની કંપનીઓના શેર 18 મહિનામાં 5-6 ગણા વધ્યા છે. આ 18 મહિનામાં તેમની સંપત્તિ 1808% વધીને $83.89 બિલિયન થઈ ગઈ છે. મુકેશ અંબાણીની સંપત્તિ 2.5 ગણી વધીને $91 બિલિયન થઈ ગઈ.

આ પાછળનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે અરામ્કો સાથે રિલાયન્સનો સોદો તૂટી જવાને કારણે રિલાયન્સના શેરમાં જબરદસ્ત દબાણ જોવા મળ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં રિલાયન્સના શેરમાં 12%થી વધુનો ઘટાડો થયો છે. આજે રિલાયન્સનો શેર 1.48% ઘટીને રૂ. 2,350 થયો હતો. તેનું માર્કેટ કેપ 14.91 લાખ કરોડ રૂપિયા હતું. બીજી તરફ અદાણીની કંપનીઓના શેર સતત વધી રહ્યા છે.

આ સાથે જૂનમાં વિદેશી રોકાણકારોના રોકાણના સમાચાર તૂટ્યા બાદ અદાણીના શેરમાં ભારે તૂટ્યો હતો. અદાણીની 6 કંપનીઓના શેર 20 થી 60% તૂટ્યા હતા. પરંતુ ઓક્ટોબરથી આ શેરોમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે બધા એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. 12 નવેમ્બરે અદાણીની કંપનીઓનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું.

જાણવા મળ્યુ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વમાં 11મા નંબર પર છે જ્યારે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી 14મા નંબરે સૌથી ધનિક બિઝનેસમેન છે. ગૌતમ અદાણી જુલાઈમાં વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિની રેન્કિંગમાં 24માં નંબરે સરકી ગયા હતા. જુલાઈથી આ કંપનીઓના શેરમાં ફરી રિકવરી થવા લાગી.

બીજી તરફ 12 નવેમ્બરે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $98.8 બિલિયન હતી. શેરના ભાવમાં ઘટાડાને કારણે જુલાઈમાં અદાણીની નેટવર્થ ઘટીને $63.5 બિલિયન થઈ ગઈ હતી. 12 નવેમ્બરે તેમની નેટવર્થ વધીને $84 બિલિયન થઈ ગઈ હતી. અદાણીની સાતમી કંપનીએ સેબીમાં IPO માટે અરજી કરી છે. આ મહિના સુધીમાં તેને મંજૂરી મળવાની આશા છે. અદાણી વિલ્મર એફએમસીજી ક્ષેત્રની કંપની છે. લિસ્ટિંગ બાદ અદાણીની નેટવર્થ વધુ વધશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *