September 29, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

NASA કરી રહ્યુ છે પુજારીઓની ભરતી, અવકાશમાં આ વિશેષ મિશન માટે પડશે પુજારીઓની ખાસ જરૂર, જાણો વિગતે માહિતી

પૃથ્વી પરના લોકો હંમેશા અન્ય વિશ્વ અને ત્યાં રહેતા એલિયન્સ સાથે સંબંધિત રહસ્યો વિશે જાણવા ઉત્સુક હોય છે. આ રહસ્યને જાણવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ હવે વિજ્ઞાનની સાથે પુજારીઓની મદદ લેવાનું નક્કી કર્યું છે. નાસા હવે એલિયન્સ સાથે સંપર્ક કરવા માટે પુજારીઓની ભરતી કરી રહ્યું છે.

નાસા એલિયન્સ સાથે સંપર્કને લઈને ખૂબ જ ગંભીર છે અને તે આ માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક મિશનની સાથે નાસા ધર્મશાસ્ત્રીઓની પણ મદદ લેશે. નાસા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે દુનિયાના અલગ-અલગ ધર્મોમાં એલિયન્સ વિશે પૃથ્વીના જીવોના અલગ-અલગ ધર્મોની વિચારધારા શું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં અલગ-અલગ ધર્મના પૂજારીઓને સામેલ કરવામાં આવશે.

તમને સાંભળીને થોડું વિચિત્ર લાગશે કે નાસા 24 ધર્મશાસ્ત્રીઓને તેના એલિયન હંટિંગ મિશનનો એક ભાગ બનાવી રહ્યું છે. કોલિન્સ શબ્દકોશ મુજબ ધર્મશાસ્ત્રીઓ તે છે જેઓ ભગવાન, ધર્મ અને ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ કરે છે. બ્રિટનના જાણીતા પાદરી ડૉક્ટર એન્ડ્ર્યુ ડેવિસનને પણ આ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. તેણે બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટનો અભ્યાસ પણ કર્યો છે.

હવે યુરોપિયન સ્પેસ એજન્સી રોઝીલેન્ડ ફ્રેન્કલિન રોવર આવતા વર્ષથી મંગળની સપાટી પર ડ્રિલિંગ શરૂ કરશે, જેથી ત્યાં અવશેષો શોધી શકાય. રેવ. ડૉ. ડેવિસનનું પુસ્તક, એસ્ટ્રોબાયોલોજી એન્ડ ધ ક્રિશ્ચિયન ડોક્ટ્રિન, પ્રશ્ન ઊભો કરે છે કે શું ઈશ્વરે બ્રહ્માંડમાં અન્યત્ર જીવનનું સર્જન કર્યું હશે? તેઓએ એ પણ ચર્ચા કરી છે કે જ્યારે બ્રહ્માંડમાં આકાશગંગામાં 100 અબજથી વધુ તારાઓ અને સેંકડો અબજો તારાવિશ્વો છે, તો પછી પૃથ્વી સિવાય ક્યાંય જીવન શા માટે અસ્તિત્વમાં નથી? આ બાબતોને આધાર તરીકે ધ્યાનમાં લઈને, નાસા હવે એલિયન્સને શોધવા અને સંપર્ક કરવાના મિશન હાથધર્યુ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.