November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

હવે ગાયના છાણમાંથી વીજળી પણ મળશે! 1 વર્ષ સુધી 3 ઘરોમાં રોશની આપી શકે છે 1 ગાયનુ છાણ, જાણો આ અનોખી શોધ વિશે

તમે ગાયના છાણની હકારાત્મક અને નકારાત્મક વાતો સાંભળી હશે. આજે અહી ગાયના છાણથી મળતી એક અનોખી શોધ વિશે વાત કરવામા આવી રહી છે. બ્રિટનમાં ગાયના છાનમાથી વિજળી બનાવવાની વાત હાલમા ચર્ચામાં છે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય તેવો દાવો કર્યો છે. ખેડૂતોના એક જૂથના જણાવ્યા અનુસાર તેઓએ ગાયના છાણમાંથી આવો પાવડર તૈયાર કર્યો છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે.

ખેડૂતોએ એક કિલોગ્રામ ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી છે કે વેક્યૂમ ક્લીનર 5 કલાક ચલાવી શકાય છે. બ્રિટનની અરલા ડેરી વતી ગાયના છાણનો પાવડર બનાવીને બેટરી બનાવવામાં આવી છે. જેને ગાય પેટ્રી નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની આ પેટ્રીથી સાડા 3 કલાક સુધી કપડાંને ઈસ્ત્રી કરી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી શોધ છે.

આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ આર્લા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાત જીપી બેટરીનો દાવો છે કે ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન વીજળી મેળવી શકે છે. એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે, જેથી વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્યાંક નક્કી કરી શકાય.

અરલા ડેરીમાં તમામ વસ્તુઓ માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. આમાંથી પેદા થતો કચરો ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. વીજળી બનાવવાની પ્રક્રિયાને એનારોબિક પાચન કહેવામાં આવે છે, જેમાં પ્રાણીઓના કચરામાંથી વીજળી બનાવવામાં આવે છે. ડેરીમાં 4,60,000 ગાયો રહે છે, જેનું છાણ પાવડરમાં સૂકવીને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. અરલાના એગ્રીકલ્ચર ડાયરેક્ટરે કહ્યું કે જો સરકાર આ તરફ ધ્યાન આપે તો તે રિન્યુએબલ એનર્જી સપ્લાયમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *