June 26, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

અમદાવાદ: સિંગલ મધર સરકારી મહિલા કર્મચારીને અધિકારીઓ ગંદી રીતે ત્રાસ આપતા, શિક્ષિકાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં હાહાકાર

વધુ એક સરકારી કર્મચારી પોતાના સ્ટાફથી કંટાળીને ખોટું પગલું ભર્યું હોવાની ઘટના ગુજરાતમાં બની છે. આ વખતે અમદાવાદના શિક્ષિકા કે જેઓ મહેસાણાના મેડા આદરજમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેઓ પોતાના સહકર્મી અને શિક્ષણાધિકારી સુધીની ખોટી ફરિયાદોથી કંટાળીને અંતિમ પગલું ભવાની કોશિશ કરી હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય શિક્ષિકા સામે ગામમાંથી ફરિયાદ કરાતી હતી અને તેના કારણે તેમણે જવાબ આપવા માટે કડી કે મહેસાણામાં અધિકારીઓ પાસે જતા ત્યારે તેમની સાથે ખરાબ વ્યવહાર થતો હતો, તેમને હડધૂત કરીને કાઢી મૂકવામાં આવતા હતા. આ બધાથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સિંગલ મધર હોવાથી પણ તેમના વિશે ખોટી વાતો કરવામાં આવતી હતી અને આમ કરીને તેમને ખોટી રીતે હેરાન કરાતા હતા. શિક્ષિકાએ પોતાના સ્ટાફ, અધિકારી અને ગ્રામજનો દ્વારા આપવામાં આવતી પરેશાની અંગે પોલીસને જણાવ્યું છે.

પોલીસે તેમનું નિવેદન લઈને આ કેસમાં વધારે તપાસ શરુ કરી છે. મળતી વિગતો પ્રમાણે જયશ્રીબેન પટેલ નામના શિક્ષિકા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે અને તેઓ મહેસાણાના મેડા આદરજ ગામમાં આવેલી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ અંતિમ પગલું ભરીને કેટલાક લોકોના નામ લખ્યા હતા. શિક્ષિકા જયશ્રીબેન સિંગલ મધર તરીકે પોતાના ૧૪ વર્ષના દીકરા સાથે રહેતા હતા, પરંતુ તેઓ સિંગલ મધર હોવાથી તેમના પર અન્ય શિક્ષિકાઓ અને શિક્ષકો દ્વારા ચારિત્ર્યની શંકા કરવામાં આવતી અને અને તેમના વિશે કેટલીક વાતો ઉપજાવી કાઢવામાં આવતી હતી. તેમના પ્રિન્સિપાલ સાથે સંબંધ હોવાની વાતો પણ કરવામાં આવતી હતી. ગામના માણસો પણ તેમના વિશે જિલ્લા શિક્ષણાધિકારી અને કડીના અધિકારીને ફરિયાદ કરતા હતા.

તેમણે ્‌ઁઈર્ં કડી, પુષ્પાબેન ભીલ, સુનિતા દશરથ પટેલ, યોગેશ વાસુદેવ પટેલ, પરેશા કનૈયાલાલ મોદી, શૈલેષ મગનલાલ પટેલ, સુમિત્રા મણિલાલ પ્રજાપતિ, હેમાક્ષી રમેશચંદ્ર સુથાર, રિનાબેન સોમાભાઈ પટેલ, નીલમબેન અમૃતભાઈ પટેલ, સેજલબેન પ્રહ્લાદભાઈ સથવારા, રમણભાઈ હેતલબેન પટેલ દ્વારા ત્રાસ મળતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે શિક્ષિકા પોતાની સામે થયેલી ફરિયાદ અંગે વાત કરવા માટે મહેસાણા શિક્ષણ અધિકારીની કચેરીએ જાય ત્યારે તેમનો જવાબ સ્વીકારવામાં આવતો નહોતો અને તેમને અડધૂત કરવામાં આવતા હતા. આમ સ્ટાફ, ગ્રામજનોની ફરિયાદ અને અધિકારીઓ દ્વારા હડધૂત કરાતા તેઓ ત્રાસી ગયા હતા અને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા અને પોલીસ દ્વારા આ કેસમાં વધારે તપાસ શરુ કરાઈ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.