August 13, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ચૂંટણી પંચનો ર્નિણય, એક હજાર લોકોની સાથે સભાની પરવાનગી, બેઠકમાં 300ની જગ્યાએ 500ની છૂટ

ચૂંટણી પંચે રેલીઓ પર લાગુ કરેલા પ્રતિબંધ આજે સોમવારે પણ હટાવ્યા નથી. જાેકે ચૂંટણી પ્રચાર પર લાગેલા પ્રતિબંધમાં કેટલીક છુટછાટ આપી છે. હવે એક હજાર લોકોની સાથે સભાની પરવાનગી છે. આ સિવાય ડોર ટુ ડોર કેમ્પેનમાં પણ પહેલા કરતા વધારે લોકો સામેલ થઈ શકે છે. કોરોના મહામારી કંટ્રોલમાં આવ્યા બાદ ચૂંટણી પંચે સોમવારે આ ર્નિણય લીધો છે. ચૂંટણી પંચે સોમવારે ર્નિણય લીધો છે કે હવે ૫૦૦ના બદલે ૧૦૦૦ લોકોની સભા કરવામાં આવી શકે છે. આ સિવાય ડોર ટુ ડોર કેમ્પેઈન હવે ૧૦ની જગ્યાએ ૨૦ લોકોની સાથે કરી શકાશે. ઈનડોર બેઠકમાં ૩૦૦ની જગ્યાએ ૫૦૦ લોકો સામેલ થઈ શકે છે. પંચે છેલ્લી બેઠકમાં પ્રથમ અને બીજા તબક્કા માટે રેલીની પરવાનગી આપી હતી પરંતુ ૫૦૦ની સંખ્યા સીમિત કરી હતી.

કોવિડ સંકટની જગ્યાએ ચૂંટણી પંચે ૩૧ જાન્યુઆરી સુધી જનસભાઓ અને રેલીઓ પર રોક લગાવી હતી. પહેલા આ રોક ૧૫ જાન્યુઆરી સુધી હતી ફરીથી ૨૨ જાન્યુઆરી સુધી વધારાઈ અને બાદમાં ૩૧ જાન્યુઆરી સુધી આને આગળ ખેંચવામાં આવી. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૦૯,૯૧૮ નવા કેસ આવ્યા છે. ૯૫૯ લોકોના કોરોનાથી મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે ૧૦ ફેબ્રુઆરીથી મતદાન શરૂ થવાનુ છે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સામેલ છે. યુપીમાં કુલ સાત તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં સિંગલ ફેઝમાં મતદાન થશે. પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામ ૧૦ માર્ચે આવશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.