November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ, UPને મળી જેવર એરપોર્ટની ભેટ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા યુપીને આજે એક મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જેવરમાં એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીં પીએમ મોદીએ એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું અને જનસભાને સંબોધિત કરી. આ સાથે પીએમ મોદીએ આ માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે જેવર આંતરરાષ્ટ્રીય નકશા પર આવી ગયુ છે. ખેડૂત હોય કે વેપારી, મજૂર હોય કે વેપારી, દરેકને તેનાથી ઘણા ફાયદા થશે. આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના સંદર્ભમાં નોઈડા એક મોટું મોડલ બનશે. નોઈડા એરપોર્ટથી કરોડો લોકોને ફાયદો થશે. ભૂમિપૂજન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.

આ સાથે અહીં એક  એક્ઝિબિશનનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. તેમાં એરપોર્ટની વિકાસ યાત્રા વિશેની ફિલ્મ પણ બતાવવામાં આવી છે અને આ એરપોર્ટ યુપીનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ એરપોર્ટનું કામ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ એરપોર્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 72 કિમી દૂર હશે.

મળતી માહિતી મુજબ આ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે અને પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે એટલે કે તે સંપૂર્ણપણે પ્રદૂષણથી મુક્ત હશે. જો લોકેશનની વાત કરીએ તો તે આગ્રાથી 130 કિમી અને દિલ્હીથી માત્ર 72 કિમી દૂર હશે. ગ્રેટર નોઈડાથી તેનું અંતર લગભગ 28 કિલોમીટર છે. જેવર એરપોર્ટના સ્થળ પર એક સાંસ્કૃતિક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં તમામ કલાકારોએ તેમનું પ્રદર્શન આપ્યું હતું. એક સાધુએ પણ ભગવાન રામના આધ્યાત્મિક ગીતો પર નૃત્ય કર્યું.

આ પ્રસંગે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ શર્માએ કહ્યું કે જેવર એરપોર્ટથી ઘણા શહેરોને ફાયદો થશે. તેમણે કહ્યું કે રાજ્યમાં રોકાણ સતત વધી રહ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ એરપોર્ટના શિલાન્યાસ દ્વારા વડાપ્રધાનનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતના નાગરિકોએ બદલાતા ભારતને જોયું છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનતું જોયું છે. પીએમ મોદીજીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કર્યું છે. જેવર એરપોર્ટ પશ્ચિમ યુપીના ઝડપી વિકાસ તરફ દોરી જશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *