November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

રાજકોટ એસઓજી ટીમની મોટી સફળતા, 8 કિલોના ગાંજા સાથે 1ની કરી ધરપકડ

રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન ગઇકાલે રાત્રીના બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટની શિવમ સોસાયટી શેરી નંબર ૩નાં ખૂણે વોચ ગોઠવી હતી. જ્યાં બોલેરો પીકઅપ વાન ય્ત્ન-૧૩-છઉ-૨૮૬૪માં આવેલા ભાવેશ ઉર્ફે ચકા કોળીને અટકાવી બોલેરો વાનમાંથી ૮ કિલો ગાંજાે મળી આવતા તેની ધરપકડ કરી હતી. ૮૦ હજારની કિમતનો ગાંજાે ૮ કિલો ગાંજાે અને ૪ લાખની કિંમતની બોલેરો પીકઅપવાન કબજે કરી પોલીસે આ શખ્સ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ ૧.૩૮ કિલો ગાંજાના જથ્થા સાથે શાપર-વેરાવળ પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. તેની આગવી ઢબે પૂછપરછ કરવા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરાશેરાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ ખાતેથી શહેર એસઓજીની ટીમે ૮ કિલો ગાંજા સાથે ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઈ સુરેલાને દબોચી લઇ ગાંજાનો જથ્થો અને બોલેરો પીકઅપવાન મળી કુલ ૪ લાખ ૮૦ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *