August 13, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

રવિચંદ્રન અશ્વિને રચ્યો ઇતિહાસ, સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર વસીમ અકરમને છોડ્યો પાછળ

ભારતના ટોચના સ્પિનર રવિચંદ્રન અશ્વિને આજે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈતિહાસ રચ્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 415મી વિકેટ લીધી અને આ સાથે તેણે આ મામલે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. અશ્વિને કુલ 416 વિકેટ લીધી છે.

ખાસ વાત એ છે કે અશ્વિને પોતાની 80મી ટેસ્ટ મેચમાં જ આ કમાલ કરી બતાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવિચંદ્રન અશ્વિન હવે 14માં નંબર પર પહોંચી ગયો છે. જ્યારે અશ્વિન હવે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહના 417 વિકેટના રેકોર્ડથી માત્ર બે વિકેટ દૂર છે. આંકડાઓ પર નજર કરીએ તો રવિચંદ્રન અશ્વિને 80 મેચમા 416 વિકેટ અને વસીમ અકરમે 104 મેચમા 414 વિકેટ લીધી છે.

રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ રેકોર્ડ:
• 80 મેચ
• 416 વિકેટ
• 24.63 સરેરાશ
• 5 વિકેટ – 30 વખત
• 10 વિકેટ – 7 વખત

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ:
• અનિલ કુંબલે – 619 વિકેટ
• કપિલ દેવ – 434 વિકેટ
• હરભજન સિંહ – 417 વિકેટ
• રવિચંદ્રન અશ્વિન – 416* વિકેટ

આ સાથે રવિચંદ્રન અશ્વિને વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રવિચંદ્રન અશ્વિનનું નામ હવે વર્ષ 2021માં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવામાં ટોચ પર છે. રવિચંદ્રન અશ્વિને વર્ષ 2021માં 40 વિકેટ ઝડપી છે જ્યારે પાકિસ્તાનના શાહીન આફ્રિદીના નામે 39 વિકેટ છે.

જો આપણે એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં નંબર-3 પર આવે છે. અત્યારે ફક્ત જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ જ એવા ખેલાડીઓ છે જે અત્યારે રમી રહ્યા છે અને તેમની પાસે ટેસ્ટમાં ઘણી વિકેટ છે. તેમના પછી રવિચંદ્રન અશ્વિનનો નંબર આવે છે.

ટેસ્ટ ક્રિકેટ સાથે સૌથી વધુ સક્રિય ક્રિકેટરો:
• જેમ્સ એન્ડરસન – 166 મેચ, 632 વિકેટ
• સ્ટુઅર્ટ બ્રોડ – 149 મેચ, 524 વિકેટ
• રવિચંદ્રન અશ્વિન – 80 મેચ, 415 વિકેટ

Spread the news

Leave a Reply

Your email address will not be published.