January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

હોલિવૂડની કોઈ ફિલ્મ કે વાર્તાઓમાં નહી, સાચે જ બની છે આ અવિશ્વસનીય ઘટના, અચાનક જ તળાવમાંથી બહાર આવ્યું એક આખુ ગામ!

સ્પેનમાં 30 વર્ષ પહેલા પાણીમાં ડૂબી ગયેલું ગામ ફરી સામે આવ્યું છે. આ ગામ 1992માં પૂરના કારણે ડૂબી ગયું હતું. જ્યારે પણ આ વિસ્તારમાં પાણીનું સ્તર ઘણું નીચું આવે છે ત્યારે આ ગામ નજરે પડે છે. તસવીરોમાં આ ગામ હોલીવુડની ફિલ્મના સેટ જેવું લાગે છે. આવો જાણીએ આ ‘ભૂતિયા ગામ’ વિશે…

એક રિપોર્ટ અનુસાર, આ ગામનું નામ એસેરેડો છે, જે સ્પેનના લોબોઇસ વિસ્તારમાં આવેલું છે. 1992માં, અહીં રહેતા ડઝનેક પરિવારોને જળાશયનો માર્ગ બનાવવા માટે તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. એસેરેડો ગામ પોર્ટુગલના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટના ડૂબ વિસ્તાર હેઠળ આવતું હતું. ત્યાંથી એક દિવસ પાણી છોડવામાં આવ્યું, જેના કારણે લીમિયા નદીનું જળસ્તર અચાનક વધી ગયું. તેના પાણીથી આસપાસના વિસ્તારો ડૂબી ગયા હતા.

લિન્ડોસો જળાશયના મુખ પર આવેલું એસેરેડો ગામ પણ આ પૂરના કારણે ડૂબી ગયું હતું. સ્થાનિક પ્રશાસને ગામના લોકોને અન્ય જગ્યાએ શિફ્ટ થવા માટે અપીલ કરી, પરંતુ તેઓ માન્યા નહીં. જે બાદ તેઓને ગામમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગામના સેંકડો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ત્યારથી એસેરેડો પાણીની નીચે છુપાયેલું છે. તે ત્યારે જ સામે આવે છે જ્યારે લિન્ડોસો જળાશયમાં પાણીનું સ્તર ખૂબ નીચું થઈ જાય છે.

એસેરેડો ગામ દુનિયા સમક્ષ ફરી દેખાયું છે. કેટલાક લોકો તેને ‘ભૂતિયા ગામ’ પણ કહે છે, કારણ કે તે મોટાભાગે ગુમ (ડૂબમાં) રહે છે. ગામના નવા ચિત્રો પથ્થરની રચનાઓ, ઇમારતોની તૂટેલી છત, ગામની શેરીઓ વગેરે દર્શાવે છે. જે બાકી છે તે જર્જરિત હાલતમાં છે. પાણીની અંદર રહ્યાના ત્રણ દાયકા પછી, દરેક ધાતુ પર કાટ લાગી ગયો છે.

હાલમાં જળાશયમાં પાણી નીચા સ્તરે છે, જેના કારણે સ્થળાંતર કરી રહેલા પરિવારો અહીં આવી રહ્યા છે. તેમાંના કેટલાક કહે છે કે તેઓ તેમના ભૂતકાળને જોવા આવ્યા છે, તો કોઈ તેને બચાવવા માંગે છે. પરંતુ પાણીની સપાટી જોયા લાગે છે કે આ ગામ ફરી એકવાર ડૂબી જશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *