January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, પરીક્ષાનું ફોર્મેટ બદલાશે અને JEE, NEET જેવી પરીક્ષાઓ માટે થશે આ ફાયદો

કોરોના વાયરસને કારણે શિક્ષણ પર ઘણી અસર પડી છે. આ વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી માહિતી આપતા કહ્યુ છે કે હવેથી ગુજરાતનાં ધોરણ 9થી 12નાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ NEETની પરીક્ષાઓ આપી શકશે. આ સાથે સામાન્ય પ્રવાહમાં લેવાતી પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો વધારવામાં આવશે.

વાઘાણીની આ જાહેરાતથી ગુજરાતના 9થી 12ના માટે 29 લાખ 75 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેમણે આ વિશે આગળ વાત કરતા કહ્યુ હતુ કે 9થી 12ના વિદ્યાર્થીઓ JEE, NEET જેવી પરીક્ષાઓ આપી શકશે જેથી તેમની પરીક્ષાઓમાં તણાવ ઓછો થશે. હેતુલક્ષી પ્રશ્નો પૂછતાં હતા તેમા પણ વધારો કરવામા આવશે, પેપરસ્ટાઈલ બદલશે, 20 ટકા પ્રશ્નો પૂછવામાં આવતા હતા જે હવે 30 ટકા કરવામા આવશે અને 70 ટકા પ્રશ્નો વરણાત્મક રહેશે.આ સાથે સાતમાંથી પાંચ પ્રશ્નોનાં જવાબ લખવાનો ઓપ્શન અપાશે જેમા 10માંથી 6 પ્રશ્નો લખવાનાં રહેશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *