January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

દુર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ભડકે બળી ઉઠી, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને બચાવ્યા જીવ

મુરેના-ધોલપુર પાસે વૈષ્ણોદેવીથી આવતી દુર્ગ-ઉધમપુર ટ્રેનમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ટ્રેન વૈષ્ણોદેવીથી આવી રહી હતી. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં મોરેના નજીક હેતમપુર સ્ટેશન નજીક ટ્રેન નંબર 20848 દુર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લાગી હતી.

ટ્રેન ઉધમપુરથી દુર્ગ જઈ રહી હતી. સમાચાર મળતાની સાથે જ પોલીસ, પ્રશાસન, રેલવે સહિતની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હવે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી છત્તીસગઢના દુર્ગ જઈ રહેલી આ ટ્રેનના એસી કોચ A1 અને A2માં આગ લાગી છે.

તેમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે. જેમાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આગની ઘટના કેટલી ભયાનક છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *