January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ભૂપેન્દ્ર પટેલ સરકાર આ બાબતે હવે 30 દિવસમાં આપશે 50 હજારની સહાય, જાણો ફોર્મ અને ડોક્યુમેન્ટની માહિતી

ગુજરાત આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આજે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફોર્મની પ્રક્રિયા સરળ અને RT-PCR ટેસ્ટ કે અન્ય રિપોર્ટ પણ માન્ય રાખવામા આવશે. આ સિવાય ડોક્ટર કે હોસ્પિટલના દસ્તાવેજને પણ માન્ય રાખવામા આવશે. આ સાથે એ વાત પણ મનોજ અગ્રવાલે કહી હતી કે હવેથી કોરોના સંક્રમિત થયાના 30 દિવસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 50 હજારની સહાય આપવામાં આવશે.

આ અગાઉ પણ આવા પરિવારોને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચુકવવાની જાહેરાત કરી હતી જેના ફોર્મ 15 નવેમ્બરથી ભરવાના શરૂ થવા જઈ રહ્યા છે. રાજ્યમા આવા પરિવારોને લાભ મળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે.

જરૂરી મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તે નક્કી કરવામા આવશે. આ બાદ સર્ટિફિકેટના આધારે આગળનુ કામ કરવામા આવશે. આ સાથે કોર્ટે NDMA આરોગ્ય મંત્રાલય રાજ્યો માટે દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે આ વળતર સહાય માટે ફરિયાદ નિવારણ સમિતી પુરાવાઓની તપાસ કરવાની છુટ આપી અને હોસ્પિટલનો રેકોર્ડ મંગાવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *