November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સમરસ ગ્રામ પંચાયતને અપાતી રકમમાં સરકારે ચૂંટણી પહેલા જાહેર કર્યો ધરખમ વધારો, જાણો સમરસ ગ્રામ પંચાયતને હવે કેટલી ફાળવાશે ગ્રાન્ટ

ગુજરાતમાં ડિસેમ્બરમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. ચૂટણીપંચની યાદી મુજબ કુલ 11 હજાર ગ્રામપંચાયતોની ચૂટણી થવા જઈ રહી છે. આ વચ્ચે વધુમા વધુ ગ્રામ પંચાયત સમરસ બને તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ પાછળનુ કારણ છે કે સમરસ ગામ પંચાયતથી સૌથી મોટો ફાયદો ગામનો જ વિકાસ થશે તે હશે.

મળતી માહિતી મુજબ સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામા આવતી હોય છે અને હવે આ ગ્રાંન્ટની સકમ પન વધારી દેવામાં આવી છે અને તેમા પણ મહિલા સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા 13 લાખ સુધીની ગ્રાન્ટ આપવામા આવશે. સમરસ ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટ અંગે વાત કરીએ તો તે ગણતરી નીચે મુજબ હોય છે:

• પ્રથમ વખત – 5 હજાર સુધી વસ્તી – 3 લાખ ગ્રાન્ટ
• પ્રથમ વખત – 5 થી 25 હજાર વસ્તી – 4.50 લાખ ગ્રાન્ટ
• બીજી વખત – 5 હજાર સુધી વસ્તી – 3.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
• બીજી વખત – 5 થી 25 હજાર વસ્તી – 5.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
• ત્રીજી વખત – 5 હજાર સુધી વસ્તી – 4.75 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
• ત્રીજી વખત – 5 થી 25 હજાર વસ્તી – 7 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
• ચાર વખત – 5 હજાર સુધી વસ્તી – 5.25 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
• ચાર વખત – 5 થી 25 હજાર વસ્તી – 7.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
• પાંચમી વખત – 5 હજાર સુધી વસ્તી – 5.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
• પાંચમી વખત – 5 થી 25 હજાર વસ્તી – 8.00 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *