June 26, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ગુજરાતમાં સર્જાયા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો, માવઠાથી ખેડૂતોમાં ભય, હવામાન વિભાગે આ તારીખે ફરી માવઠું થવાની પણ કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠુ થઇ શકે છે. જે અંતર્ગત ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

હવામાન ખાતા દ્વારા આગાહી, પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યા હતા. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો. પરંતુ ખેડૂતોમાં ચિંતાફેલાઇ ગઇ હતી, સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે.

જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યા હતા

Spread the news

Leave a Reply

Your email address will not be published.