May 16, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

કોરોનાની ત્રીજી લહેર આવતા જ વૃદ્ધોને બતાવાઈ રહ્યો છે તેમના જ ઘરની બહારનો રસ્તો, વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે આવત ફોનની સંખ્યા થઈ ડબલ

કોરોનાની ત્રીજી લહેર આવતા ફરી એકવાર લોકો પોતાના વડિલોને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે. આ સમયે જ્યારે વૃદ્ધોને ઘરમા સુરક્ષિત રાખવાની જરૂર છે ત્યારે તેમને તેમના જ ઘરની બહારનો રસ્તો બતાવવામા આવી રહ્યો છે. ત્રીજી લહેર શરૂ થતા ફરી એકવાર શહેરોના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને રાખવા માટે આવતા ફોનની સંખ્યામા વધારો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ હાલમા વૃદ્ધાશ્રમમાં વડિલોને મુકવા માટે આવતા ફોનની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વાત કરીએ અમદાવાદની તો શહેરના નારણપુરામા આવેલા વૃદ્ધાશ્રમના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ શાહ કહે છે કે જ્યારથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારથી વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં રાખવા માટે આવતા કોલ્સની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.

તેમના દ્વારા મળતી માહિતી મુજબ આ અગાઉ દરરોજ સરેરાશ 20 કોલ આવતા હતા જે હવે વધીને 40 અને તેનાથી પણ વધુ થઈ ગયા છે. હાલ આ વૃદ્ધાશ્રમમાં 130 વૃદ્ધ લોકો છે, જેમાં 65 પુરુષો અને 65 મહિલાઓ છે. એક તરફ આ વૃદ્ધાશ્રમમાં 150 લોકોને સમાવવાની ક્ષમતા છે અને બીજી તરફ કોરોનાનુ વાતાવરણ જોતા કેટલાક રૂમ ખાલી રાખવામાં આવ્યા છે જેથી કોરોના સંક્રમિત વૃદ્ધોને આઈસોલેશનમાં આપી શકાય.

Spread the news

Leave a Reply

Your email address will not be published.