June 26, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ધરડે ધડપણે આ વ્યક્તિએ કર્યા 37મી વખત લગ્ન, 28 પત્ની અને 126 પૌત્ર અને પૌત્રીઓની સામે લીધા ફેરા

તમે વાર્તાઓમાં સાંભળ્યું હશે કે એક રાજાને ઘણી પત્નીઓ હતી. પરંતુ વાસ્તવમાં આજના જમાનામા એવું બની શકે છે ખરુ? સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ શેર કર્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિએ 37મી વખત લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે આ વ્યક્તિ તેના 37માં લગ્ન કરી રહ્યો હતો તે દરમિયાન તેની સાથે તેની 28 પત્નીઓ પણ હાજર હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કહેવાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ તેની 28 પત્નીઓ, 35 બાળકો અને 126 પૌત્ર-પૌત્રીઓની સામે તેની 37મી પત્ની સાથે લગ્ન કરી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરતા IPS ઓફિસર રુપિન શર્માએ લખ્યું- સૌથી બહાદુર માણસ.

આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. આ વીડિયો પર યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂન 2020માં પણ વાયરલ થયો હતો અને હવે તે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- કેટલું સારું નસીબ છે, અહીં માત્ર એકને હેન્ડલ કરવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 45 સેકન્ડનો છે. લોકો આ વીડિયોને લાઈક અને શેર પણ કરી રહ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.