November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓ બની રહી છે અસુરક્ષિત, ટ્રેનરે જ કરાટે શીખવા પહોચેલી સગીરા સાથે કર્યા અડપલા

વડોદરામાથી હજુ એક દુષ્કર્મની ઘટનના ચકરાર વચ્ચે બધુ એક યુવતીની શારીરિક છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. સ્વરક્ષણ તાલીમના કલાસ ચલાવતા એક ટ્યુટરે તાલીમ માટે પહોચેલી સગીરા સાથે અડપલા કર્યા હોવાના સમાચાર સમૈન આવ્યા છે.આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાવતા સગીરાની માતાએ કલાસીસ ચલાવતા વિકાસ સોઢીએ સગીરા સાથે શારીરિક છેડતી કરી હોવાની વાત સ્પષ્ટ જણાવી છે.

આ સાથે સગીરાનાની માતાએ વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે સગીરાને નિર્વસ્ત્ર કરી અડપલા કર્યા હતા. આ બાદ પોલિસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. બીજી તરફ વલસાડ ક્વીન ટ્રેનમાં નવસારીમાં રહેતી અને વડોદરાની ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતિ સાથે થયેલા દુષ્કર્મ કેસમા પણ કાયમ કોઇક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *