January 20, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ગુજરાતની દીકરીઓના શિક્ષણને લઈને સૌથી ચિંતજનક સમાચાર, ધો.10 બાદ શા માટે શાળાઓ છોડી રહી છે ગુજરાતની દીકરીઓ?

ગુજરાતના શિક્ષણ જગત માટે એક ચિંતજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓના શાળા એડમીશનના આંકડામા મોટો ઘટાડો આવ્યો છે.આ અંગે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્ત મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં 6 હજાર ગ્રામ્ય વિસ્તારની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે, અસર ના રિપોર્ટ બાદ પણ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી યાત્રાઓ કરી રહ્યા છે.

આ સાથે તેમણે કહ્યુ હતુ કે આ ચિંતાજનક રિપોર્ટ બાદ પણ કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી. મળતી માહિતી મુજબ આ ખુલાસો થયો છે એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટમાં. આ રિપોર્ટ મુજબ કોરોનાકાળમાં ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. આ સર્વેમાં ગુજરાતના 775 ગામોના 8,217 ઘરો અને 4,310 પરિવારો મુજબ સરકારી શાળાઓમાં 6-14 વય જૂથના વિદ્યાર્થીઓની નોંધણીમાં વધારો નોંધાયો છે અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીનીઓની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે જે ચિંતાનો વિષય છે.

રિપોર્ટમા ખુલાસો થયો છે કે વર્ષ 2018માં 86.9 ટકા વિદ્યાર્થીનિઓની નોંધણી થઈ જ્યારે 2021 માં 83.9 ટકા નોંધણી થઈ છે. આ પાછ્ળનુ કારણ કેટલાક સામાજિક અને સુવિધા, માળખાગત સુવિધાઓ, શાળામાં શૈચાલય, પાણી, સ્વચ્છતાનો અભાવ તેમાજ દીકરીઓને માસિક બાદ શાળામાં બાળકીઓ માટે અલગ વ્યવસ્થનો અભાવ પ્રશ્નોના છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *